Jump to content

User:Sushant savla/sandbox/Sample Article

From Wikipedia, the free encyclopedia
કાળુજી
Born1871
મેઘપુર ટંકારા, રાજકોટ, ગુજરાત ભારત.
Died1941
Nationalityબ્રિટિશ રાજ , ભારત
Occupation(s)કવિ, સંત

કાળુજી એ ગુજરાતના એક સંત કવિ હતા. [1] [2]

જીવન=

[edit]

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ટાંકારા પાસે મેઘપુર નામના ગામમાં ઝાલા ગરાસિયા કુળમાં ઈ. સ. ૧૮૭૧માં (ચૈત્ર સુધ ૪, વિ. સ. ૧૯૨૭) ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ખેંગરાજી અને માતાનું નામ ફઈબા હતું. તેમના લગ્ન ઈ. સ. ૧૮૯૦ (માગસર સુદ ૧૦, વિ. સં ૧૯૪૬)ના દિવસે કરણીબા સાથે થયા હતા. તેમણે ઈ. સ. ૧૮૯૩ (ભાદરવા સુદ ૨, વિ. સં.૧૯૪૯) ના દિવસે મારવાડના બખશાજી મહારાજની પરંપરાના સંત મંગળગરજી પાસે દીક્ષા લીધી હતી. તેમને પ્રાણબા (પેઢદા તાલુકો લખતર)નામે એક શિષ્યા હતા તેઓ પણ ભજનો આદિ રચતા. તેમના પિતા ઈ. સ. ૧૯૧૩માં , માતા ઈ. સ. ૧૯૧૯માં અને પત્ની ૧૯૨૦માં અવસાન પામ્યા.૭૦ વર્ષની વયે ઈ. સ. ૧૯૪૧માં સંત કાળુજી અવસાન પામ્યા. [3]


રચનાઓ

[edit]

સંત કાળુજીએ ભક્તિ જ્ઞાન યોગ અને ઉપદેશની ભજનવાણીઓ રચી છે. તેમાં તેમણે કીર્તન, કુંડળિયા, ભજન, પદ, બારમાસ, કાફી, સંધ્યા, પ્રભાતી, સાવળ, પ્યાલો, ઝીલણિયાં, ધોળ, સરવડાં, થાળ, અંતકાળિયા, આરતી, સ્તુતિ, રાસ, રાસડા, તિથિ, વાર, મહિનો, પરજ જેવી ભક્તિ સાહિત્ય પ્રકારો રચ્યાં છે. તેમણે ૧૪૦ પંક્તિઓ ધરાવતી ચિંતામણી, ૧૨૫ પંક્તિઓ ધરાવતી 'કક્કા', ૩૦ જેટલા કુંડળિયા અને ૧૫૦ જેટલી સાખીઓ રચી છે. તેમણે લખેલ સાહિત્ય "શ્રી ભગત શ્રી કાળુજી કૃત ભજન ચિંતામણી" નામ્ના પુસ્તકમાં પ્રકાશિત થયું છે.[3]

તેમની રચનાઓમાં મહાપંથી-ભજનમાર્ગી - નિજારી સંપ્રદાયની વિચારધરા સાથે કબીરની ઉપાસના પણ જોવા મળે છે. તેમની રચનાઓમાં અનેક પમ્થ સંપ્રદાયોની વિવિધ સાધનાનો સમન્વય જોવા મળે છે. [3]

સંદર્ભ

[edit]
  1. ^ "Introduction of Gujarati Saint Poet | આનંદ આશ્રમ". 2010-11-10. Retrieved 2021-01-30.
  2. ^ Rajyaguru, Niranjan (2010). MAdhyakalin Bhakti kavita Sanchay. New Delhi: Sahitya Acadamy, New Delhi.
  3. ^ a b c રાજ્યગુરુ, નિરંજન (2019-04-08). "અલખને ઓટલે" (PDF). http://bombaysamachar.com. Retrieved 2021-01-30. {{cite web}}: External link in |website= (help)CS1 maint: url-status (link)

શ્રેણી:ગુજરાતી સાહિત્ય