User:Pravina1950
I want to publish my article in gujarati.please help to send it. This is my 1st article. i want to join.
praveenaben આયાત બજાર ડૉ.પ્રવીણાબેન પંડ્યા અર્થશાસ્ત્ર વિભાગ ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ,કોમર્સ અને હોમસાયન્સ કોલેજ ,જુનાગઢ
ફોન:9898015671
આશાપુરી,સાનિધ્ય પાર્ક સોસાયટી,સુરભી એપાર્ટમેંન્ટ પાછળ પોસ્ટ ટીંબાવાડી જૂનાગઢ--362015
બજાર અંગેની પરંપરાગત માન્યતા બહુ સંકુચિત છે.જેમાં માત્ર ખરીદી અને વેચાણ પ્રક્રિયાને જ ધ્યાને લેવાય છે.અમેરિકન માર્કેટીંગ એસોસિએશન દ્વારા કહેવાયું છે કે વસ્તુ અને સેવાઓને અસર જ્યાં થાય છે તે બજાર વ્યવસ્થા છે .ઉત્પાદકથી ગ્રાહક સુધી અથવા વપરાશકર્તા સુધી ધંધાકીય પ્રવ્રુંતિ થાય તે બજાર છે.સુભાષ જૈનના મતે આંતરરાષ્ટ્રિય બજારમાં રાષ્ટ્રિય સીમા ઓળંગીને માનવીઓની જરૂરિયાત અને ઇચ્છાઓના વિનિમયને દ્યાને લેવાય છે.ક્રેમરના મતે આયાત બજારમાં વ્યક્તિ,પેઢી,સંસ્થા અને/અથવા સરકાર કે વિદેશી સરકારની ધંધાકિય પ્રવ્રુંત્તિઓ ધ્યાને લેવાય છે. લક્ષણો- આયાત બજારના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે: 1.રાષ્ટ્રિય સીમાઓને ઓળંગીને સાંસ્ક્રુંતિક,નાણાકિય, વ્યાપારી નીતિઓ ઘડાય છે. 2. ઘરેલુ બજારમાં આયાતબજાર અંગે આયોજન કિંમતનિર્ધારણ, વહેંચણી તબક્કાવાર વિકાસ તમામ બાબતો નક્કી થાય છે.
3. આયાત બજારમાં વિનિમય દ્વારા અથવા મૂલ્ય દ્વારા વેચાયેલો વસ્તુ અને
સેવાનો સમાવેશ થાય છે.
4.આયાત બજારમાં બંન્ને રાષ્ટ્રોની ભૌતિક,સાંસ્ક્રુતિક બાબતોની સાથે સાથે
ગ્રાહકની જીવનશૈલીમાં પણ તફાવતો જોવા મળે છે.
હેતુઓ-
આયાત બજારના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે,
1 સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો 2.ટેકનોલોજીકલ જાણકારી દ્વારા વસ્તુઓનું પરિવર્તન,વિકાસ,કરકસર, કિમત સુધારણા,અસરકારક વહેંચણી,જાહેરાતો,પ્રચાર પ્રસારને વેગ આપવો, 3.અસમતોલ વ્યાપારતુલાની સમસ્યા ઉકેલી વિદેશી હુંડિયામણ મેળવવું. મહત્વ--
આયાત બજારનું મહત્વ નીચેના મુદ્દાઓથી જાણી શકાય. 1.રાષ્ટ્રિય વિકાસમાં વેગ લાવી શકાય આયાત કમાણી દ્વારા જે મશીનરી,સાધનો ખેતીને લગતાં યંત્રો,ગ્રાહકલક્ષી જરૂરિયાતો,ઔદ્યોગિક વસ્તુઓ વગરે ખરીદી શકાય જેથી દેશનો વિકાસ શક્ય બને છે.
2.કુદરતી સાધનોના નફાકારક ઉપયોગો કરી શકાયછે. ખાણખનીજ, જંગલ સંપત્તિ, માનવ સંપત્તિ,આ તમામ બાબતો દેશમાં નફાકારક બની શકે છે. 3 વિકાસ પ્રક્રિયા દરમ્યાન ઔદ્યોગિક પર્યાવરણની અનુકૂળતા માટે મૂડીગત વસ્તુઓ,કાચો માલ,ટેકનીકલ જાણકારીવગેરે મહત્વપુર્ણ જરૂરિયાતો સંતોશાય છે. 4 ઘરેલુ ઉત્પાદન માટેની લાભદાયી સ્પર્ધા માટે સ્વચ્છ પર્યાવરણ પ્રાપ્ત થાય છે. 5.આયાત ઇચ્છુક એકમો રોજગારીની તકોનું નિર્માણ કરીને આવકસર્જન માટે ફાળો આપે છે. 6.પ્રજાના જીવનધોરણમાં સુધારો લાવી શકાય. 7.વિદેશી દેવું હળવું બનાવી શકાય અને વાસ્તવિક બોજો ઘટાડી શકાય. 8.આર્થિક આયોજનના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ મળી શકે છે. 9.વ્યક્તિગત પેઢી માટે વિદેશી બજારમાં વેચાણની તકો વધતાં નફો વધારી શકાય. 10.અહીં સ્પર્ધાત્મક ક્ષમતા ઊભી કરવી પડે,આમ બુધ્ધિ,પ્રતિભા,કૌશલ્ય વિકસે છે. 11 ઉત્પાદિત વસ્તુ જ્યારે તેના જીવનકાળના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેનો
નફો ઘટતો હોય ત્યારે વિદેશી બજારના સહકારથી જીવત્દાન મેળ્વી શકે છે. 12.ખરીદશક્તિમાં વધારો થતાં સારું ઔદ્યોગિક માળખુ ઊભુ કરી શકાય છે. 13.ધંધાના વિકાસનું આગોતરું આયોજન શક્ય બને છે. 14.સ્થાપિતશક્તિનો મહત્તમ ઉપયોગ કરીને બજારમાંગમાં વધારો, ધંધાનો વધતો વ્યાપ,બજાર સંશોધન, ગ્રાહક કલ્યાણમાં વધારો શક્ય બને છે. 15.આંતરરાષ્ટ્રિય ગોષ્ટિ દ્વારા રાજકીય સંબંધો વિકસે છે.ઘણીવાર રાજકીય સંબંધો સારા ના હોવા છતાં વ્યાપારી સંબંધો વિકસે છે.
આયાતી બજારનુ જોડાણ- સ્વરૂપ આ જોડાણ ત્રણ બાબતોમાં જોવા મળેછે-- 1.પેટંટ,ટ્રેડમાર્ક,કરારો 2.ટર્ન કી ઓપરેશનો 3.સહ ઉત્પાદકીય કરારો 4.ટેકનીકલ જાણકારી અને સંચાલકીય જાણકારી 5 લાયસન્સ પ્રથા
આયાતી બજારમાં નિર્ણયીકરણ આયાતી બજારમાં નિર્ણયીકરણના ક્ષેત્રમાં નીચેના મુદ્દા ધ્યાને લઇ શકાય- 1.આયાતી ક્ષેત્રમાં પ્રવેશ માટેનો નિર્ણય 2.આયાતી બજારની પસંદગી માટેનો નિર્ણય 3. પ્રત્યક્ષ અથવા પરોક્ષ સાંકળ સાથે જોડાણ માટેનો નિર્ણય 4.બજાર મિશ્ર પસંદગી માટેનો નિર્ણય પ્રથમ પગથિયુ સાધન પ્રાપ્તિ,બજાર વ્યુહરચના,ઘરેલુ બજારના વિકાસની ક્ષમતા તપાસીને વિદેશી બજારમાં જોડાણ અંગે નિર્ણયો લેવાય છે. અહીં સમયના લાંબાગાળાની વિચારણા કરીને નિર્ણય લેવાય છે.જેમાં નફાનું પરિબળ,સ્પર્ધાત્મક પરિબળ,ઉત્પાદનનુ પ્રમાણ,ધંધાકીય જોખમોમાં ઘટાડો,સામાજિક જવાબદારી, સંશોધન અને વિકાસ, મદદ અને નિભાવની તકો,પસંદગીની સમાન્ય તકો(જીએસપી),ડ્યુટી/રાહત/સબસીડી વગેરે બાબતો તપાસાય છે. ત્યારપછી બજાર પસંદગીના નિર્ણયો લેવાય છે.જેમાં પુરતા પ્રમાણમાં વિદેશી ખર્ચા, જોખમો , સરકારી નીતિ તપાસાય છે.સગવડો અને મુશ્કેલી બાબત નિષ્ણાંત અભિપ્રાય લેવાય .આમબજાર પસંદ થાયછે. ત્રીજા પગથિયે વેચાણ કળાનુઆયોજન કરાય છે જેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ સાકળની ઓળખ કરીને જુદાજુદા માર્ગોની ચકાસણ કરી લેવાય છે. છેલ્લા પગથિયે કયા પ્રકારનું બજાર મીશ્ર પસંદ કરવું તે વિચારાય છે. જેમાં ભૌતિક અંતર,કાયદાકીય તફાવતો,વાહનવ્યવહાર ભૌગોલિક પર્યાવરણ,રાજકિય પર્યાવરણ તમામ બાબતોની સાથે સાથે વસુ પસંદગી માટે માંગ,વિકાસની તકો,રીતરિવાજો,સમયગાળો,તમામ મહત્વની કડીઓનો અભ્યાસ કરાય છે. આમ આયાતી બજારનો નફાકારક વ્યયસાય વ્યક્તિ માટે તથા રાષ્ર્ટ માટે લાભદાયી બની શકે છે.