Jump to content

User:MAHESH KATHIRIYA 05

From Wikipedia, the free encyclopedia


સુશ્રી દિબ્યદર્શિની પ્રધાન (જન્મ 8 ઑક્ટોબર, 1997 ધેનકેનલ, ઓડિશા) ભારતીય મહિલા ક્રિકેટર છે. તેઓ જમણેરી ઑફ સ્પિનબૉલર હોવાની સાથો-સાથ સારી બૅટિંગ પણ કરે છે. (1)[1]તેમણે અન્ડર 23 વિમેન્સ ચૅલેન્જર ટ્રૉફીમાં ઇન્ડિયા ગ્રીન ટીમની કપ્તાની કરી ટીમને ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચાડી હતી. [2][2]

યુએઈ માં ખેલાયેલી વિમેન્સ T-20 ચૅલેન્જમાં ‘વૅલૉસિટી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી’ ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. ડૉમેસ્ટિક ભારતીય ક્રિકેટ સ્પર્ધાઓમાં તેઓ ઓડિશાની મહિલા અન્ડર 23 ટીમનાં કૅપ્ટન પણ છે.તેમણે એસીસી વિમેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2019 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેઓ ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર મહિલા ક્રિકેટર બન્યાં હતાં. [3] [3]

સુશ્રી દિબ્યદર્શિની પ્રધાન
Personal information
Born8 ઑક્ટોબર, 1997
ધેનકેનલ, ઓડિશા
Sport
Countryટીમવૅલોસિટી, ઓડિશા રાજ્ય,ભારત
Sportક્રિકેટ

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ

[edit]

સુશ્રી દિબ્યદર્શિની પ્રધાનનો જન્મ 8મી ઑક્ટોબર,1997 ના રોજ ઓડિશાના ધેનકેનલમાં થયો હતો. તેમણે સાત વર્ષની નાની ઉંમરે જ પોતાની કૉલોનીમાં છોકરાઓ સાથે મનોરંજન માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ તેમને ક્રિકેટ પ્રત્યેનો લગાવ વધવા લાગ્યો. શરૂઆતમાં તેમના પિતાએ તેમને અન્ય કેટલીક રમત રમવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે દિબ્યદર્શિની અને તેમના પિતા બંનેને એ ખ્યાલ ન હતો કે ભારતમાં મહિલા ક્રિકેટ ટીમ પણ હોય છે અને છોકરીઓ પણ વ્યવસાયિક રૂપે ક્રિકેટ રમતી હોય છે.[3][4]

જ્યારે તેઓ 15 વર્ષનાં થયાં ત્યારે તેમના પિતા તેમને જાગૃતિ ક્રિકેટ ક્લબ લઈ ગયા, જ્યાં તેમણે ક્લબના કોચ ખીરોડ બેહરાની પાસે તાલીમની શરૂઆત કરી હતી, જે આજ સુધી તેમના કોચ તરીકે તાલીમ આપી રહ્યા છે. ક્રિકેટ ક્લબમાં સુ-આયોજિત તાલીમ, તેમનાં પરિશ્રમ અને પ્રૅક્ટિસ ફળદાયી સાબિત થયાં. પ્રધાને ગ્રૂપ ઝોનલ ટુર્નામેન્ટ્સમાં ગૃહરાજ્ય ઓડિશાનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું.[2] [5][3] [6]તેમને ક્રિકેટની સાથે સાથે લોકપ્રિય ફિલ્મો નિહાળવાનો અને અભિનય કરવાનો પણ શોખ છે. તેમણે ક્રિકેટ આધારિત તામિલ ફિલ્મ 'કના' માં પણ અભિનય કર્યો હતો. [2][7]

વ્યવસાયિક સિદ્ધિઓ

[edit]

સુશ્રી દિબ્યદર્શિની વર્ષ 2012 થી તેમના ગૃહરાજ્ય ઓડિશાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. હવે તેઓ મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં ઓડિશા મહિલા અન્ડર-23 ટીમની પણ કપ્તાની કરે છે. ઝોનલ સ્પર્ધાઓમાં તેમના સારા પ્રદર્શનને કારણે તેમને 2019 માં ઇન્ડિયા ગ્રીન ટીમ અન્ડર-23 મહિલા ચૅલેન્જર ટ્રૉફીમાં સ્થાન મળ્યું હતું. તેમણે કેટલાંક ઉત્કૃષ્ટ વ્યક્તિગત પ્રદર્શનના લીધે તેમની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી પરંતુ તેમની ટીમને ફાઇનલ મૅચમાં ઇન્ડિયા બ્લૂ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. (1) [8]

તેઓ 2019 માં ACC વિમેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી પણ રમ્યાં હતાં. તેમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. પાછળથી તેમને 2020માં યુએઈમાં વિમેન્સ ટી-20 ચૅલેન્જમાં રમવા માટે વિમેન્સ ક્રિકેટની ફ્રેન્ચાઇઝી ટીમ ‘વૅલૉસિટી’ દ્વારા પસંદ કરવામાં આવ્યાં હતાં. અહીં તેઓ જાણીતાં ભારતીય ક્રિકેટર અને ભારતીય રાષ્ટ્રીય ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજની કપ્તાની હેઠળ રમ્યાં હતાં. ભારતની સિનિયર મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવું અને દેશ માટે ક્રિકેટ વર્લ્ડકપ જીતવો એ સુશ્રી દિબ્યદર્શિનીનો મુખ્ય ઉદ્દેશ છે. [3][9]

સંદર્ભ

[edit]
  1. ^ "Sushree Dibyadarshini". Cricinfo. Retrieved 2021-02-20.
  2. ^ "Interview with Sushree Dibyadarshini - All-round prodigy from Odisha excited about Womens T20 Challenge and eager for national call". Female Cricket. 2019-05-02. Retrieved 2021-02-20.
  3. ^ "સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'". BBC News ગુજરાતી (in Gujarati). Retrieved 2021-02-20.
  4. ^ "સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'". BBC News ગુજરાતી (in Gujarati). Retrieved 2021-02-20.
  5. ^ "Interview with Sushree Dibyadarshini - All-round prodigy from Odisha excited about Womens T20 Challenge and eager for national call". Female Cricket. 2019-05-02. Retrieved 2021-02-20.
  6. ^ "સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'". BBC News ગુજરાતી (in Gujarati). Retrieved 2021-02-20.
  7. ^ "Interview with Sushree Dibyadarshini - All-round prodigy from Odisha excited about Womens T20 Challenge and eager for national call". Female Cricket. 2019-05-02. Retrieved 2021-02-20.
  8. ^ "Sushree Dibyadarshini". Cricinfo. Retrieved 2021-02-20.
  9. ^ "સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'". BBC News ગુજરાતી (in Gujarati). Retrieved 2021-02-20.