User:Dishan patel
મિત્રો કોલેજનો પહેલો દિવસ એટલે મિત્રો ની શોધવા નીકળેલા મિત્રો નો કાફલો. એ કાફલા માં આમ તો બધા એકલા હતા, પરંતુ હું એકલો નોહ્તો. મારી સાથે મારો મિત્ર પ્રેયસ હતો. આમતો અમે એક બીજાને પાછલા સાત એક વર્ષ થી જાણતા હતા, પરંતુ અમારા બંને ના શોખ, વિચારો, દેખાવ વગેરે જોઇને એમ ના લાગે કેઆ બંને આટલા જુના મિત્રો હશે, તો પણ અમે છીએ, ને હમેશા રહેવાના. અમારા વિચારો,શોખ,દેખાવ ભલે અલગ હોય તો પણ અમે મિત્રો છીએ, તેથીજ કોલેજના પહેલા દિવશે પણ અમે સાથે હતા. 8 માં ધોરણ થી તે ૧૨ માં ધોરણ સુધી તો અમે સાથે હતાજ પરંતુ! અમે આગળ પણ સાથે રહીશું, તેની અમને અમારા F.Y.B com ના Admonition પછી અમને ખબર પડી કે અમે બંને જાણે અજાણે એકજ કોલેજમાં Admonition લીધું છે. હા ! અમારા ડીવીજન અલગ અલગ હતા પણ અમે એકજ કોલેજ માં હતા. ને અમારી કોલેજ હતી C.U.SHAH COMMERCE COLLEGE INCOME TAX. મેં તમને મારા દોસ્ત પ્રેયસ નો થોડોક પરિચય તો આપી દીધો પણ ! હું તમને મારો પરિચય આપવા નો તો ભૂલી ગયો. તો મારું નામ દિશાન હું પ્રેયસ નો મિત્ર.
મને આજ પણ કોલેજ નો પહેલો દિવસ યાદ છે. તે દિવસે અજાણ્યા ગણ બધા ચહેરાઓ અમારી સામે હતા. બધા પોત પોતા ના ઓળખીતા મિત્રો ની સાથે ઉભા ને હું પણ, ત્યારેજ કોલેજ ની સમૂહ પ્રાથના માટે ની ગન્તડી વાગી ટ્રીનનનન ન ન ન......... ને કોલેજ ની ગન્તડી નો અવાજ પહેલીવાર સંભળાયો, ને સાથેજ સમૂહ પ્રાથના નું ગીત પણ તે દિવસે પ્રાથના નું ગીતસાંભળતા એવો વિચાર ના આવ્યો કે હવે આવનારા ૩ વર્ષ માં અમારે આજ ગીત સંભાળવા નું છે. પ્રાથના પત્યા પછી સ્ટેજ ની જમણી બાજુ માંઇક ની સામે એક વક્તિ નજરે પડી. આમતો બધાજ પ્રોફેસર અલગજ લગતા હતા પરંતુ આ કઈક વધારે અલગ લગતા હતા. તેમના હાથ માં કોલેજ નું માંઇક જોઇને મને લાગ્યું કે આ A/C કે STAT ના પ્રોફેસર તો નૈયજ હોય, આ English કે C.C ના પ્રોફેસર હશે અને હું સાચો પણ હતો. તે અમાંરા English Division ના પ્રોફેસર "બી .જે .ભટ્ટ" હતા. પોતાની ઓળખાણ ની સાથે સાથે બીજા બધા Division ના પ્રોફેસર ની ઓળખાણ અને અમારા માનનીય પ્રિન્સીપાલ "ન. બી .પટેલ" નો પરિચય પહેલીવાર કરાવ્યો. અમારા પ્રિન્સિપાલે પણ અત્યાર સુધી ના બધા પ્રિન્સીપાલ ની જેમ જૂની ને જાણીતી સ્પીચ આપી, એટલે કે ભણવા બાબત ની.આ બધું પત્યું ત્યાં સુધી મને અને કદાચ ત્યાં બેઠેલા બધાજ વિદ્યાથી ઓંને પણ ગમ્યું નૈ હોય, કેમ કે ૧ ધોરણ થી તે ૧૨ માં ધોરણ સુધી આતો સાંભળતાં આવ્યા છીએ.
પણ અંતમાં "Starting ઇસ Sorrow, but end is Happy" આ વાક્ય ને આગળ વધારી ને અમને ગમતું કાર્ય કોલેજ તરફ થી કરવા માં આવ્યું કીટ કેટ થી મો મીઠું કરાવી ને.............! સ્કૂલ કરતા તો કોલેજમાં મજા આવશે એવું લાગ્યું, આમ તો કોલેજનો પહેલો દિવસ સ્કૂલ ના પહેલા દિવસ જેવોજ હતો, સુચનાઓં બધી સારખી ને નીતિનિયમો પણ સરખા, પણ કોલેજમાં થોડી હળવાસ હતી, નીતિ નિયમો ના પાલન માં, કોલેજ ના પટાવાળા ઓં સ્કૂલ ના પટાવાળા કરતા કામ કાજ માં મંદ હતા, સાંભળું હતું કે સરકારી કામ કાજ બહુ મંદ હોય છે, તે આજે જોઈ પણ લીધું...! એટલેજ કીટ કેટ વહેચવામાં વારલાગી. સ્કૂલ ના પહેલા દિવસે તો સ્કૂલ Dress પહેરવા ની છુટ્ટી હોય છે, પણ પહેલા દિવસે ગરે જતા પહેલા એક સુચના સ્કૂલ તરફથી આપવા ની ભુલાતી નથી. "આવતા અઠવાડીયા સુધી બધાએ સ્કૂલ Dress ખરીદી લેવો નૈતર સ્કૂલ માં પ્રવેશવા દેવામાં આવસે નહિ ". આ સુચના કોલેજમાં સાંભળવા ના મળી તે સારું થયું, અત્યાર સુધી જે સપના ઓં જોયા તે હવે સાકાર કરવા ના હતા, તેની સરુઆતા આજથી એટલે કે કોલેજ ના પહેલા દિવસ થી થઇ ગઈ હતી. તે સપના ઓં પછી પોતા ના કેરિયર ના હોય કે પછી મિત્રતા ના હોય. અમરી પાસે હવે ગણી બધી આજાદી હતી. એ આજાદી નો ઉપયોગ અમારે અમારી આત્માંસુજ થી કરવા નો હતો, ને આગળ વધવાનું હતું
આમ એક નવા સંકલ્પ ની સાથે કોલેજ નો પહેલો દિવસ પૂરો થયો, ત્યાંથી હું મારી ઓફીસ માં ને પ્રેયસ ગરે, બીજા દિવસે બસે સવારે 6 :૩૦ વાગે સ્ટોપ પર મળવા ના વાયદા સાથે. તે દિવસે હું પહેલી વાર મારા દફતર માં મારું જમવાનું લઇ ગયો હતો. મને આમ દફતર માં ટીફીન જોઈ ને નવાઈ લગતી હતી પણ ભૂખ ની આગળ કોનું ચાલે મારું તો ના ચાલે............!!!!!!!!!!
બીજા દિવસે વાયદા પ્રમાણે અમે એટલેકે હું અમે પ્રેયસ બસ સ્ટોપ પર મળ્યા અને કોલેજ જવા માટે 82 નંબર ની બસ માં બેઠા, બસ માં બેસવા ની જગ્યા તો ના મળી તે તો ઠીક...! પણ આ પેટ નો ખાડો પુરવા માટે લીધેલું ટીફીન બેગમાં હોવા છતાં પણ બસ માં આવતા જતા લોકોને નડતું. આખી બસ માં ગણ્યા ગઠીયા લોકોને બાદ કારતા, બાકીના બધા લોકો પોતાની કોલેજમાં નઈ પણ કોઈકના લગ્ન માં જતા હોય તેમ સગી થજી ને બસ માં બેઠા હતા. બસ માં એટલી બધી ભીડ હતી કે બસ Driver ને વારં વાર બ્રેક માર્યા કરતો. ગમે તેમ કરી અમે કોલેજ પહોચ્યા. બસ માંથી ઉતરતા બસ સ્ટોપ ની થોડેક પાછળ નવ ગુજરાત કોલેજ, બસ સ્ટોપ ની સામે નો રસ્તો પેલી તૂટેલી જાળી માંથી પસાર થઇ ને પાર કર્યો, સામે ત્યાજ ગાંધીનગર જવાનું બસ સ્ટોપ અને S .B .I નું A .T .M સેન્ટર તે વખતે મને તેનો ઉપયોગ કરતા પણ નોહ્તો આવડતો. A .T .M સેન્ટર ની જમણી બાજુ ગુજરાત વિધાપીઠ અને ખાદી જભા માં ત્યાંના વિદ્યાથીઓ નજરે પડ્યા થોડાક આગળ જતા સામે ગરે જવાનું બસ સ્ટોપ, કોલેજ જવાના વળાંક પર પાળી પાણી પૂરી ની લારી ને વળાંક માં ડાબા હાથે ગોટાની લારી, એક બાજુ પેલા કાકા મોટા તવા ને ઈટ ના ઠીકતરા વડે ગસ્તા હોય, ને પેલો ગોટાની લારી પર કામ કરતો છોકરો ડુંગળી સુધારતો હોય, ગોટા ની લારીની બાજુમાં બંધ બારણે ઉભો પેલો પાન નો ગલ્લો. ત્રાંસમાં તેની સામે ખાદીના કાપડ ની દુકાન ને, તેની ત્રાંસમાં સામે ગાડીઓ નું સર્વિસ સેન્ટર, થોડાક આગળ જતા ડાબીબાજુ દુકાનોનું શોપિંગ સેન્ટર અને ત્યાં બેઠેલા લોકો અને હા બીજા વળાંક ની સામે પેલી ચાની કીટલી કેમ ભૂલાય, ને પેલો કીટલીની બાજુમાં રહેલો બાંકડો.આ બધું બસ માંથી ઉતરીને કોલેજ તરફ આવતા બે મીનીટમાં આવીગયુ ને કોલેજ નો ગેટ પણ. તે પહેલા સંકર ભગવાનના મંદિર નો દરવાજો સામે દેખાયો..........................
કોલેજ ના મેદાનમાં આવ્યા પછી, અમારું મન અને આંખો અમારા ક્લાસ રૂમ ક્યાં છે, તેને શોધી રહ્યા હતા અને અમને તેનો જવાબ પેલા જુના કાળા પાટિયા પરથી મળ્યો પેલું જુનું પાટિયું જોઇને મને મારા ગામ ની સ્કૂલ યાદ આવી ગઈ. લીમડીના થળ ના ટેકે મુકેલું કાળું તૂટેલું પાટિયું અને તેની સામે નીચે બેડલા વિધાથીઓ. કાળા પાટિયા ઉપર વાઈટ ચોકથી લખેલા akhro માંથી અમને અમારા ક્લાસ નંબર મળી ગયા ને અમારા મન અને આંખો ને શાંતિ થઇ.